શબ્દસમૂહ માટે એક શબ્દ

ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ અને વિશાળ છે, અને તેની સાચી સુંદરતા તેના અમૂલ્ય શબ્દભંડોળમાં રહેલી છે. ઘણીવાર આપણે આપણા વિચારો,કોઇ લાંબી વાત કે કોઇ આખા વાક્યને ટૂંકમાં અને સચોટ રીતે રજૂ કરવા માંગતા હોઇએ છીએ. આવા સમયે ‘શબ્દસમૂહ માટે એક શબ્દ’ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આ કળા ભાષાને વધુ પ્રભાવશાળી, આકર્ષક, સરળ અને ધારદાર બનાવવામાં મદદરૂપ થાય છે.

સાહિત્યિક લખાણ હોય, રોજબરોજની વાતચીત હોય કે પછી નોકરી મેળવવાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની હોય, દરેક જગ્યાએ અને ક્ષેત્રમાં શબ્દભંડાળનું વિશેષ મહત્વ છે. યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત અનેક ગણી વધી જાય છે અને તેનો પ્રભાવ સામેની વ્યક્તિ પર ચોક્કસ થાય છે.

આ વેબસાઇટના આ વિભાગમાં ગુજરાતી વ્યાકરણ અને પાઠ્યપુસ્તક આધારિત મહત્વના ‘શબ્દસમૂહ માટે એક શબ્દ‘નો એક વિસ્તૃત અને સુવ્યવસ્થિત સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. તો ચાલો, ગુજરાતી ભાષાના શબ્દસાગરમાં ડૂબકી લગાવીએ અને આપણા જ્ઞાન અને શબ્દભંડાળને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીએ.

શબ્દસમૂહ માટે એક શબ્દ

પગ જકડી રાખવા માટેનું લાકડાનું સાધનહેડ
પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધનબોક
ગાલની નીચેનો મોંની અંદરનો ભાગગલોઠું
નદીકાંઠાની કાપ અને રેતાળ જમીનભાઠું
ગૌરીવ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલ સેરનાગલા
ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડું ખોસી કરવામાં આવતો રસ્તોખોડીબારું
કામ પેટે અગાઉથી આપેલી રકમપેશગી, બાનું
પદની પ્રથમ કડીધ્રુવપદ
ખાંડેલા ચોખાનું ઝીણું ઝટકામણકુશકી
મોટો અને બેસૂરો અવાજ કાઢવોઆરડવું
બદલાની આશા વિનાનુંનિર્વ્યાજ
બૂટને લગાડવાનો સફેદ રંગનો પદાર્થબ્લેન્કો
બળદના મોઢે બાંધવાનું ગૂંથેલું બંધણુંબળદની સેંચી
ગાડું હાકનારને બેસવાના સ્થાનનું ટેકાનું લાકડુંખલવો
ચંદ્ર પાસેનું તારાઓનું ઝૂમખુંગચૂમલી
શાસ્ત્રોનો જાણકારમીમાંસક
બાજરાનું કણસલુંડૂંડું
જુવારનું કણસલુંલોથું
ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીતઆવણું
વપરાશમાં પહેલો ન હોય તેવો કૂવોખાડિયો
ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડીગજાર
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણીવૈખરી
આંટી દઈને ભરેલો દોરાનો ટાંકોબખિયો
જેમાંથી લોહી કે પરૂ ટપકતું હોય તેવા ઘાવના છિદ્રોદૂઝતાં ઘારાં
સરકારી કાગળિયાંનો થેલોખરીતો
માટીમાંથી બનાવેલુંપીઢેરિયું
મૃત્યુ બાદ રાખમાંથી પુનર્જીવિત થાય છે તે પક્ષીફિનિક્સ
ગોળાકાર અને ઘૂમટાકાર છાપરાવાળું ઘાસનું ઝૂંપડુંકૂબો
બોદ્ધ કે જૈન સાધુશ્રમણ
ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુગડાકુ
કૂતરાને ખાવાનું નાખવાનું સાધનચાટ
મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્રખાંપણ
જૂની લાકડાની પેટીઈસ્કોતરો
છોડને પાણી સીંચવું તેટોયામણ
કોઈપણ પ્રકારના કોશમાં આવતો મુદ્દોઅધિકરણ
વાઢ્યા વિનાના જુવારબાંટાં
મદારી કે જાદુગરનો મદદનીશજંબૂરિયો
રસોઈ કરતી વખતે કે જમતી વખતે પહેરવાનું રેશમી શણનું કે ઊનનું વસ્ત્રઅબોટિયું
હોળી ખેલવા/રમવા નીકળેલ ટોળીનો સભ્યઘેરૈયો
કપાળે કેસર લગાવવું તેઅર્ચા
સુગંધી પદાર્થ નિચોવીને તૈયાર કરેલું તેલચુઆ
પાંદડે બાંધેલું ફૂલનું પડીકુંપાતરી
દહીંદૂધ રાખવાનું માટીનું વાસણગોરસી
બંદૂક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી – પલીતોજામગરી
વણાટ વખતે તાણેલા લાંબા ઊભા તાર અને આડા તારતાણાવાણા
યુદ્ધ કરવાની ઈચ્છાયુયુ
ગાય-બળદના ગળામાંથી નીકળતો એક જાતનો ભાંભરવાનો અવાજહીંહોટો
બોલાવવા માટેની બૂમહાંક
પ્રવાહી ભરવાનું એક માપપળી
ઢોર ઉપર બેસતી એક જાતની માખબગાઈ
રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટાવાળું કુપડુંમશરૂ
જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળાસેર
પગની આંગળીનું ઘરેણુંવીંછિયા
પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયુંમુખમોરડો
મોટાં મહેલ મકાન વગેરેના પ્રવેશદ્વારની ચોકીદોઢી
માથાદીઠ લેવાતો કરમૂંડકાવેરો
પરાણે કરાવવામાં આવતું કામવૈતરૂં
ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયાઅંજલી
શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવુંસોંઢવું
પગે કરવામાં આવતી કંકુની અર્ચાપિયળ
બેઠા ઘાટની નાની લોટીટબૂડી
ગાલ નીચેનો મોંની અંદરનો ભાગગલોફું
ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખુંજામો
કન્યા વિદાય વખતે કન્યાની મા મંગળનો દીવો લે છે તેરામણદીવડો
ભીંતનું વરસાદ સામે રક્ષણ કરવા સાંઠીથી ગૂંથેલી આડશત્રાટું
મોટો જાડો રોટલોબઢો
રસ્તામાં પડીને સૂકાઈ ગયેલાં છાણાંઅડાયાં
ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલરેવાળ
માટીની ભીંત કે ગારવાળું નાનું મકાનખોરડું
નેસડાનો ઢોર બેસતાં હોય તે ભાગઝોક
ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજજોગાણ
ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગાગમાણ
ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડુંપેંગડું
ઘોડાને પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટોતંગ
ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસનદળી
ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવોભારવેલો
નદીની કાંકરાવાળી જાડી રેતીવેકુર
યજ્ઞમાં હોમવાનું લાકડુંસમિધ
વસ્તુ નિર્દેશવાળો નાટકનો પ્રારંભનો શ્લોકનાન્દી
શેકેલો અનાજનો લોટસત્તુ
લગ્ન વગેરે પ્રસંગે મેણાં મારતાં ગીતોફટાણાં
ગાય અને બળદ હાંકતા કરાતો અવાજડચકારા
ભાંગના ધીમાં મસાલા ભેળવી તૈયાર કરાતુ માદક દ્રવ્યયાકૂતી
સોપારી ઘાટનું ઘૂધરીના ઝૂમખાવાળું કાનનું ઘરેણુંઅકોટાં
રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણીઆંધણ
બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યાનવેરી
પથારી કે ખાટલાનો પગ તરફનો ભાગપાંગત, પાંગથ
ગાડામાં પાથરવાની મોદભૂંગણ
વરપક્ષ તરફથી કન્યાપક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગોબીડું
પથારીનો સામાનપાગરણ
કુમારિકાને માથે બેડું કે કળશ મૂકી વરને વધારવવાનો એક લગ્નવિધિવરબેડિયું
સામા માણસનું મોં દેખી શકાય એવો સવારનો સમયમોંસૂઝણું
ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસકતરભાણું
તરત જન્મેલા બાળકને આરવામાં આવતું ગોળ, ધી અને પાણીનું મિશ્રણગળથૂથી
તોફાની ઢોરને પગે ભેરવાતો ગાળો લાકડુંડહકલો
કશુંક છુપાવવા માટેનું ઓઢણઅંચણો
સુગંધભર્યો લેપસોંધો
બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું એક વાદ્યમૃદંગ
મુખેથી વગાડવાનું વાજુંચંગ
કસ્તુરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી ઘૂંટીને તૈયાર કરેલો લેપયક્ષકર્દમ
ધીમે-ધીમે ચંપી કરવી તેતળાંસવું
બગલમાં થતું ગૂમડુંકાખબલાઈ
નિયંત્રણ વિનાનું, છુટ્ટું મુકાયેલુંરેઢિયાળ
પોતાની માગણી માટે, ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિત્રાગાળું વરણ
ભયંકર આફતભરી ભવિષ્યવાણીકાળવાણી
ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિગદબ, રજકો
હોડી ચલાવવાનું લાકડાંનું સાધનહલેસું
લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગલા સેન્ડ ડ્યૂન
દુ:ખ કે પીડાને લીધે ઊંહકાર કરવોકણસવું
મરનારને રોવા જવું તેગૂડો
મરણ પાછળનો શોકખરખરો
પ્રચાર અર્થે કરેલો કોઈ પણ લાગણીભર્યો પોકારઅહાલેક, ટહેલ
પાકને ઉપયોગી એવો વરસાદમોલિયો
કુમળા પાનની ઝીણી લાલ રેખાટશર
ચામડાની સાંકળી પટ્ટી કે દોરીવાધરી
બૂટ તૈયાર કરવાનું તેના માપનુું અને તેના આકારનું લાકડાનું સાધનઓઠું, બીબું
ખુશાલીના પ્રસંગે અપાતી ભેટલ્હાણ
ગોડ-છોડની આસપાસની માટીને ખોદવી તેઆશકા
દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાગઝુરાપો
એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું તેસારવું
ઘઉં, જવ ઈત્યાદિ ધાન્યનાં ડૂંડાંઢેફાં
ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતુંમલપતું
સાંઠાની બે ગાંઠ વચ્ચેનો ભાગપેરી
એકઠી કરેલી ચીજોનો ઢગલોખડકલો
શૂર ચડે એવા સુરનો એક રાગસિંધુડો
સંગીતમાં તાલ આપવા માટેનું વાદ્યનરઘાં
કાપડ વણવાનું ઓજારસાળ
ગુસ્સામાં પાડેલી બૂમઘુરકાટ
પર્વતના અનેક સળંગ શિખરોટૂકો
ઢોરને ઘાસ નાખવું તેનીરવું
ઘોડાની પીઠ પર નાખવાનું આસનપલાણ
હિસાબ તપાસનારઅન્વેષક
સ્ત્રીઓનું કાનનું ઘરેણુંલોળિયું
સૂકાં ઘાસના પૂળાનું ખડકલુંઓઘલી
સંદેશો લઈ જનાર કે લાવનાર માણસકાસદ
સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાંતગાવી
સવારે ઊઠીને તરત પાણી પીવું તેઉષ:પાન
શોકના આવેશમાં છાતી ફૂટવી તેછાજિયું
પ્રવાહી ગોળ જેવો થાય ત્યાં સુધી ઉકાળેલો શેરડીનો રસકાકમ
વેદની ઋચાઓનો સમૂહકંડિકા
વાંસની ચીપટોનાં ટોપલા-ટોપલી ગૂંથનારાંગાંછો
વાળી કે નથમાં જડેલો નંગખીમણું
વલોણાંની ગોળીના કાંઠા પરનું લાકડુંડેર
વરસાદના અભાવે સુકાતી જારબાજરાના ખેંચી લીધેલા સાંઠાખકારવાં
રોટલી વણવા માટે જોઈતો કોરો લોટઅટામણ
રોટલા શેકવાની માટીના તવીકલેડું
રસોઈ અને જમવાની જગાએ છાણમાટીથી લીંપવી તેઅબોટ
મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલજાંગડ
માટલીમાંથી ઝમતા પાણીને ઝીલવા નીચે મુકાતું વાસણચિડિયારું
માટીની કે સિમેન્ટની બનાવેલી છાજલી કે ઓટલીપેઢલી
ફાંસી આપવાની જગ્યાનકાસ
પાણી ગાળતાં ગરણામાં રહેલો કચરોસંખારો
નદીકાંઠાની ખડક કે માટી વગેરેની ઊભી કરાડભેખડ
દૂધે બાંધીને બનાવેલી રોટલીદશમી
દિશાઓમાં રક્ષણ કરતાં કલ્પિત હાથીદિગ્ગજ
ઝાડની આસપાસ કરેલી નાની વાડવાડોલિયું
જેમાં પગ મૂકતા ઊંડા ઊતરી કે ખૂંપી જવાય તેવી જમીનકળણ
જવ, મધ અને મીઠાની મેળવણીનું પેયકવાસ
છાશની અંદર ઘઉંનું થૂલું નાંખીને રાંધેલી વાનગીબોળો
ચારે બાજુ પાણીની ખાઈ કે પાણીથી રક્ષાયેલો કિલ્લોઅબ્દુર્ગ
ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રીચિત્રિણી
ખાદ્ય ચીજવસ્તુ મટુકીમાં મૂકીને છતમાં લટકાવી શકાય એવું દોરીથી ગૂંથેલું ઝોળી જેવું સાધનશીકું

ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય સંબંધિત અવનવી માહિતી મેળવવા માટે અમારા બ્લોગને જોવાનું ભૂલશો નહીં

આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top